- Home
- Standard 12
- Physics
રધરફડૅ પરમાણુનું ન્યુક્લિયર મોડલ કયા પ્રયોગના આધારે આપ્યું ?
Solution
અર્નસ્ટ રધરફર્ડે કેટલાંક રેડિયોઍક્ટિવ તત્ત્વોમાંથી ઉત્સર્જિત
$\alpha$-કણોના પ્રકીર્ણનના પ્રયોગ પરથી પરમાણુના બંધારણની જાણકારી મેળવી અને આ પ્રયોગના પરિણામોની સમજૂતી એ પરમાણુના મૉડલની સમજૂતી આપી.
આ મૉડલને સુર્યમંડળમાં સૂર્યની આસપાસ ગ્રહો જેમ પરિભ્રમણ કરે છે તેમ પરમાણુના સૂક્ષ્મ કેન્દ્ર પર પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય છે જેને પરમાણુનું ન્યુક્લિયસ કહે છે અને તેનાં પર સમગ્ર ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો હોય છે અને ઋણ વિધુતભારિત ઇલેક્ટ્રૉન આ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. જેને પરમાણુનું પ્લેનેટરી મૉડલ પણ કહે છે અથવા રધરફર્ડનું ન્યુક્લિયર મૉડલ કહે છે જે આજે આપણે સ્વીકારેલ છે.
આમ, છતાં પરમાણુઓ અમુક નિશ્ચિત તરંગલંબાઈનો જ પ્રકાશ કેમ ઉત્સર્જિત કરે છે તે સમજાવી શક્યું નહીં.
દા.ત. : એક જ ઇલેક્ટ્રૉન અને એક જ પ્રોટૉન ધરાવતો હાઇડ્રોજન પરમાણુમાં નિશ્ચિત તરંગલંબાઈઓનો જટિલ વર્ણપટ કેવી રીતે ઉત્સર્જિત કરે છે ?